બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા માસના પ્રારંભમાં જ મેઘરાજાની મહેરબાની જોવા મળી છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે આજે રવિવારે ચાર કલાકે મળેલી માહિતી પ્રમાણે પાલનપુરમાં સૌથી વધુ 91 મીમી દાંતામાં 75 અને ભાભરમાં 65 મીમી વરસાદ નોંધાયો છે તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે