સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળે નવનિર્મિત સંગ્રહાલય અને પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રવાસન મંત્રી મુળુ બેરાના હસ્તે આ સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે 5,000 ચોરસ મીટર પરિસરમાં રૂ. 34 કરોડના ખર્ચે સંગ્રહાલય અને રૂ. 5 કરોડના ખર્ચે પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકાલયમાં મેઘાણીજીના સમગ્ર સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.