આજરોજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા મતવિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેફ પંચમહાલ ફાઉન્ડેશન તથા પંચમહાલ જિલ્લા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી કરી સૌની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ સમયે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર,પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,જિલ્લા પોલીસ વડા ડૉ.હરેશભાઈ દુધાત ઉપસ્થિત રહ્યા હતા.