ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના નવ પૈકી આઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો પીટેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં બે ઇંચ જેટલો નોંધાયો હતો જેના પગલે પાણી પાણી નજરે પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 6 મી.મી, આમોદ 3 મી.મી.,ભરૂચ 5 મીમી,ઝઘડિયા 13 મી.મી.અંકલેશ્વર 15 મી.મી.હાંસોટ 3 મી.મી.વાલિયા 14 મી.મી.અને નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.