સોમવારે સાંજે જોળવા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં થયેલા ભયાનક બ્લાસ્ટ અને આગની ઘટનામાં બે લોકોના મોત તેમજ 22 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં પલસાણા પોલીસનો આખો સ્ટાફ તાત્કાલિક કામગીરીમાં ઝંપલાવવો પડ્યો. આ પરિસ્થિતિમાં વિસર્જન યાત્રા યોજી શકાઈ નહીં. છતાં ફરજ અને શ્રદ્ધા બંનેનું પાલન કરતાં પોલીસે પોલીસ મથકમાં જ એક મોટા તપેલામાં શુદ્ધ પાણી ભરીને ઇકો-ફ્રેન્ડલી રીતે વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કર્યું.