જૂનાગઢમાં છેતરપિંડીના એક વધુ કિસ્સામાં શહેરના મુન્ના મીર અને તેનો પુત્ર વિરુદ્ધ 20.20 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આ પિતા પુત્રોએ અગાઉ પણ આવા જ ગુના આચર્યા છે. આ વખતે તેઓએ ફરિયાદીને 43 લાખનું હિટાચી મશીન આપવાનો સોદો કર્યો હતો. મશીન આપવાના બહાને તેમણે ફરિયાદી પાસેથી 20.20 લાખ પડાવી લીધા ની કુતિયાણાના અમિતભાઈ પરમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.