બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે રહેતા વ્યક્તિ પોતાના કામ અર્થે બહાર ગયા હતા ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિરના ધર્મશાળા ના ગેટ નંબર 5પાસે વ્યક્તિને કોઈપણ કારણ વગર ચાલુ ગાડીએ લાકડી મારી જેમ ફાવે તેમ ગાળો આપી માર મારી તેમજ પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા વ્યક્તિ દ્વારા ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી