પોરબંદરના નરસંગ ટેકરી પાસે ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનરની કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.કમિશનર કાર પાછળ રીક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતને લઈને રોડ પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.આ ઘટના બાદ કમલાબાગ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલો કમલાબા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.