કાલોલ શહેરમાં પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે સ્થિત બોરુ ટર્નિંગ ખાતે પાછલા બે વર્ષથી રોંગ સાઇડના પાસવેને કારણે અક્સ્માત ઝોન બનેલા વિસ્તારમાં ઘણા અકસ્માતો સર્જાય છે જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રાંત અધિકારી, હાઈવે ઓથોરિટીના અધિકારી, ટોલ હાઈવે કંપનીના જવાબદાર અધિકારી, સ્થાનિક પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર, સ્થાનિક મામલતદાર સાથે પ્રાંત અધિકારીએ સ્થળ મુલાકાત હતી.