હાંસોટ-પાનોલી માર્ગ ઉપર માંગરોળ ગામ પાસે બાઈક સ્લીપ થતા બે યુવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાંસોટ તાલુકાના એક ગામના બે યુવાનો બાઈક લઈ હાંસોટ-પાનોલી માર્ગ ઉપર માંગરોળ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન અચાનક બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.