કુતિયાણા શહેરમાં રામદેવજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલ છે. ત્યારે આ રામદેવજી મહારાજ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રામદેવજી મહારાજ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે કુતિયાણા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી તેમજ મહા આરતી અને રાત્રીના સમયે સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.