સુરેન્દ્રનગર બસ સ્ટેશન થી વઢવાણ તરફ જતા મુખ્ય રસ્તા પર પસાર થઈ રહેલા મિની ટ્રકના ચાલકે માર્કેટિંગ યાર્ડ નજીક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને મિની ટ્રક રસ્તા ની વચ્ચે આવેલ ડીવાઈડર પર ચડી ગયો હતો જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ટ્રકમાં તેમજ ડિવાઇડરની ગ્રિલ માં નુકસાન પહોંચ્યું હતું.