આજરોજ 12 સપ્ટેમ્બર ના દિવસે બપોરના એક વાગ્યાની આસપાસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નંદાસણ ગામનો યુવક કોઈ અગમ્ય કારણોસર કરણનગર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના વાય જંકશન પાસે કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી.જોકે તેને કેનાલમાં પડતા જોઈ જતા લોકો ત્યાં દોડી આવ્યા હતા.અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે તેમજ સ્થાનિક તરવૈયા ની મદદ થી ભારે જહેમત બાદ યુવક ના મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો હતો.