તાપી જિલ્લાના કલેકટર દ્વારા સોનગઢ તાલુકાના ગુનખડી ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી.તાપી જિલ્લાના કલેકટર દ્વારા સોનગઢ તાલુકાના ગુનખડી ગામના આરોગ્ય કેન્દ્રની 1 કલાકની આસપાસ ઓચિંતી મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં ત્યાંના સ્ટાફ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જે દરમ્યાન મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.