ઉચ્છલ તાલુકાના હરીપુર ગામની પ્રાથમિક શાળાની કલેકટરએ મુલાકાત લીધી.તાપી જિલ્લાના કલેકટર દ્વારા બુધવારના રોજ 11 કલાકની આસપાસ ઉચ્છલ તાલુકાના હરીપુર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ વિધાર્થીઓ સાથે શિક્ષણ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.