તાપી જિલ્લાના સેવાસદન ખાતેથી સાંસદ દ્વારા સન ડે ઓન સાયકલ સ્પર્ધાને લીલી ઝંડી અપાઈ.તાપી જિલ્લાના સેવાસદન ખાતેથી રવિવારના રોજ સવારે 8 કલાકે સાંસદ સભ્યના હસ્તે સાયકલ સ્પર્ધાને લીલી ઝંડી આપવામાં આવી હતી.જેમાં જિલ્લાના સાયકલ ચાહકો દ્વારા ભાગ લઈ સાયકલિંગ કરવામાં આવ્યું હતું.જેમાં સાંસદ સભ્ય સહિત જિલ્લાના કલેકટર અને ભાજપના અગ્રણીઓ જોડાયા હતા.જેમાં ૫૦૦થી વધુ સાયકલિસ્ટને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.