પરિમલભાઈ ઉર્ફે છીતું દાદા કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જનસેવા ટ્રસ્ટના માજી પ્રમુખ હતા જેઓ આજે 88 વર્ષ પૂર્ણ કરી 89 વર્ષ માં પ્રવેશ કર્યો હતો. ગામ આખા માં તેઓ માટે સૌ કોઈ ને લાગણી અને માન હતું. જેથી આજે તેઓ ને શૂટ પહેરાવી બેન્ડ અને સંગીત ના તાલ સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેઓને સંતાન માં માત્ર બે પુત્રીઓ હોય તેમાં એક પુત્રી અમેરિકા રહેતી હતી તે ગઈકાલ શુક્રવારે ઈન્ડિયા આવ્યા હતા અને આજે શનિવારે સવારે ધ્યાનમાં બેઠા હતા ને અવસાન થયું હતું.