નડિયાદમાં સિઝનનો વિક્રમી વરસાદ.ચરોતર પ્રદેશમાં ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો, આગામી ઉનાળામાં પાણીની સમસ્યા હળવી થવાની શક્યતા, ખેડા જિલ્લામાં સરેરાશથી વધુ વરસાદ, જળસ્રોતો છલકાયા.ખેડા જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની મહેરબાનીથી સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને નડિયાદમાં સિઝનનો 180.98 ટકા વિક્રમી વરસાદ પડ્યો છે, જેણે આખા ચરોતર પ્રદેશને હરિયાળો બનાવી દીધો છે. આ ભારે વરસાદના કારણે ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.