રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાં સાવકા પુત્રએ ઓરમાન માતા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે.તારીખ 3 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગે પીડિત મહિલાના પતિની પહેલી પત્નીનો પુત્ર એટલે સાવકો પુત્ર તેના ઘરે આવ્યો હતો પીડિત મહિલાએ જમાડ્યા બાદસવકા પુત્રએ રાત્રી રોકાણ કરવાનું કહેતા મહિલા બાજુના રુમમાં તેની પથારી કરવા ગઇ હતી. આ દરમિયાન પાછળથી આવેલા સાવકા પુત્રએ બળજબરી પૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું