લીલીયા-પૂંજાપાદર વચ્ચે વર્ષોથી ફસાયેલું બ્રિજ અને સીસી રોડનું પ્રશ્ન હવે નિરાકરણ આવ્યું છે. કુલ ₹15 કરોડના ખર્ચે નવો બ્રિજ, સી.સી. રોડ અને ટ્રાઈએંગલ બ્રિજ બનાવાશે. વિકાસ માટે ફાળવણી બદલ આજે સાંજે ચાર વાગ્યે લીલીયાના વેપારીઓ, રાહદારીઓ અને તાલુકા ભાજપ પ્રમુખે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનો આભાર વ્યક્ત કર્યો.