છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ટીટોડ પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. ૧ થી ૮ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ૧૬૫ થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળામાં બાળકો ટપકતા પાણીમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. પ્રાથમિક શાળામાં છત માંથી પાણી ટપકે છે. વરસાદ પડે અને ફ્લોર પર પાણી ભરાઈ જાય છે. બાળકોના પુસ્તકો અને બેગ પાણીમાં ભીના થઇ જાય છે. હાલ પણ બાળકો જર્જરિત શાળા બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે.