વિજાપુર આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશ સેકન્ડરી સ્કૂલ ખાતે સ્વયંમ શિક્ષક દિન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનની ઉજવણીના ભાગ રૂપે સ્વયં શિક્ષક દિનની ઉજવણી આજરોજ મંગળવારે બપોરે ત્રણ કલાકે કરવામાં આવી હતી .જેમાં ધોરણ 9 અને 12 ના તમામ વર્ગોમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ પોસ્ટ માટે કુલ 172 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.શાળાના યુવા પ્રિન્સિપાલ ચેતન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા મા આવ્યું હતું.