જળસંપત્તિ અને પાણી પુરવઠા તેમજ નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ૧૩ સપ્ટેમ્બરે વાંસદા તાલુકાની મુલાકાતે પધારશે. સવારે ૧૧ વાગ્યે તેઓ ચિખલી તાલુકાના સાદડવેલ ખાતે ગણદેવી-ચિખલી જૂથ યોજના ભાગ ૧ અને ૨ ના હેડ વર્કસની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે વાંસદા તાલુકાના મીંઢાબારી ખાતે તથા ૧૨.૩૦ વાગ્યે ઝુઝ ખાતે પાણી પુરવઠાની ઓગમેન્ટેશન યોજનાઓનું નિરીક્ષણ કરશે. યોજનાઓની પ્રગતિની સમીક્ષા કર્યા બાદ તેઓ સુરત માટે રવાના થશે.