સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનમાં 20 વર્ષ પહેલા નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. રૂપિયા 2 લાખની ટ્રક ચોરીના ગુનામાં છેલ્લા બે દાયકાથી પોલીસને હાથતાળી આપતા આરોપી સુનીલકુમાર રામબહાદુર યાદવને આણંદ ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે.આરોપી સુનીલકુમાર યાદવ એસ.ડી. કાર્ગોનો ટેમ્પો લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો છે.પોલીસે સુરતથી આણંદ સુધી આશરે 225 કિલોમીટર સુધી તેનો પીછો કર્યો હતો.