વ્યારા શહેરના કણઝા ફાટક નજીક આવેલ રેલવે ગળનાળા માં પાણી ભરાઈ જતા સમસ્યા.તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે ગુરુવારે 5 કલાકની આસપાસ વ્યારા શહેર માંથી માંડવી તરફ જતા રેલવે અંડરપાસ માં પાણી ભરાઈ ગયા હતા.જે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો અને લોકોની સમસ્યામાં વધારો થયો હતો.ત્યારે તંત્ર દ્વારા પાણી નિકાલ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.