યક્ષ મેળાને અનુલક્ષીને વાહન વ્યવહારના નિયમન માટે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું.આગામી તા. ૦૭/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધી કચ્છના નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે લોકમેળાનું આયોજન થનારું છે. આ મેળામાં આવનાર શ્રધ્ધાળુઓ મેળો માણી શકે તથા સરળતાથી ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે નખત્રાણાના વિરાણી ફાટકથી દેશલપર-વાંઢાય સુધીનો રસ્તો તથા મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતો રસ્તો તા. ૦૭/૦૯/૨૦૨૫