નિઝર તાલુકાના સરવાળા ગામની મહિલા સાથે એલઆઈસી ના રૂપિયા બાબતે છેતરપિંડી કરાઈ.તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી 4 કલાકે મળતી વિગત મુજબ સરવાળા ગામના મહિલા શીતલબેન પટેલ સાથે એલઆઈસી ના રૂપિયા બાબતે અજાણ્યા ઈસમોએ છેતરપિંડી કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.જેમાં ઠગાઈ કરનાર ઈસમોએ અલગ અલગ પ્રકારે કુલ્લે 41 હજાર રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.