છોટાઉદેપુર નગરમાં એસટી બસને ધક્કા મારાતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સલામત સવારી એસટી અમારીને ધક્કા મારતા લોકો જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરના પાવર હાઉસ ચાર રસ્તા ખાતેથી નીકળેલી બસને લોકોએ ધક્કા માર્યા છે. એસટી બસની અંદર ટેકનિકલ ખામી સર્જાતા બસને લોકોએ ધક્કા માર્યા છે. છોટાઉદેપુર થી કલારાણી બસ જતી હતી.