તા.૨૩-૮-૨૦૨૫નાં સવારે ૧૧:૧૫ વાગ્યાના અરસામાં દંપતી બાઈક પર સવાર થઈને ઘરેથી ગામમાં આવેલા જોટાસરી મહાદેવના મેળામાં જઈ રહ્યા હતા. આ દરમ્યાન સેલારી ગામથી બાયપાસ આરસીસી રોડ નવા સ્મશાનથી થોડે આગળ પહોંચતા સામેથી આવતા ફોર્ચ્યુનર કારના ચાલકે બ્રેક માર્યા હતા. પરંતુ બ્રેક નહીં લાગતાં તેણે કાર બાઇક સાથે અથડાવી હતી. જેના કારણે પતિ-પત્ની નીચે પટકાયા હતા, જેમાં સૂરજભાઈને જમણા પગમાં ઈજા થઈ હતી. તેથી ૧૦૮ મારફતે રાપરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ