અંબાજી હડાદ માર્ગ પર ભૂસ્ખલન થતા માટી અને પથ્થરો રોડ ઉપર આવી ગયા હતા મોટા પથ્થરો રોડ પર આવી જતા વાહનચાલકો ને તકલીફ પડી હતી આ સમયે કોઈ વાહન રોડ પર ના હોવાથી દુર્ઘટના થઈ ના હતી આગામી 1 તારીખ થી અંબાજીમાં ભાદરવી પૂનમ નો મહા મેળો ભરાનાર છે જેમાં આવતા પદયાત્રીઓ પણ આ માર્ગ થી ચાલતા આવતા હોવાથી મેળો શરૂ થતા પહેલા પદયાત્રીઓની સુરક્ષા માટે વિશેષ પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે વહીવટી તંત્રને ઘટનાની જાણ થતા રોડ પરથી પથ્થરો હટાવવાનું કામ શરૂ કરાયું હતું