કડી પંથકમાં રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.25 ઓગસ્ટના રોજ કડી તાલુકાના જેતપુરા ગામે ચાલીને જઈ રહેલ યુવક પર આખલાએ હુમલો કરી દીધો હતો.યુવક અરવિંદકુમાર યાદવ નામનો ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો.તે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અચાનક રખડતાં આખલાએ તેના પર હુમલો કરી દીધો હતો.સિંગડે ચડાવી રોડ ઉપર પછાડતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.સમગ્ર ઘટનાને લઈ બાવલું પોલીસને જાણ કરવામાં આવી હતી.