જમીન મામલે નિવૃત્ત અધિકારી પાસેથી ખંડણી માંગનાર પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નિવૃત્ત પોલીસ અધિકારી છગનભાઈ બાબરીયાએ ગત સાંજે 7:30 વાગ્યાની આસ પા જણાવ્યું હતું કે, જમીન મામલે તેમના ભત્રીજા સહિત પાંચ શખ્સોએ તેમના ઘેર આવી તેમની ગાડીમાં તોડફોડ કરી હતી અને તેમને તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.જે અંગે તેઓએ ન્યાય મેળવવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.