ઋષિ પંચમી પર કોળીયાક દરિયાકિનારે ભક્તોની ભારે ભીડ.આજે ઋષિ પંચમીના પાવન દિવસે ભાવનગર તાલુકાના કોળીયાક દરિયાકિનારે ભક્તિનો માહોલ છવાયો હતો. દર વર્ષે મુજબ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરિયા કિનારે પહોંચી પવિત્ર સ્નાન કરી ધાર્મિક વિધિઓ અદા કરી હતી. આજના દિવસે અહીં સમુદ્રનો સ્નાન તેમજ પિતૃ તર્પણ વિધિનું અનેરૂ મહત્વ રહેલું છે.ત્યારે શ્રદ્ધાળુઓએ સૂર્યોદય પહેલાંથી જ દરિયા કિનારે પહોંચી પૂજા–અર્ચના કરી અને પરિવાર સાથે ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા.