હાલોલના અરાદ રોડના મુખ્ય માર્ગ પર તળાવ નજીક વડના ઝાડ પાસે છેલ્લા એકાદ વર્ષથી નગર પાલિકાના અણઘડ વહીવટ કર્તાઓએ કોઈ સમારકામ માટે ખોદેલો ખાડો આજે પણ યથાવત રહ્યો છે. તાજેતરમાં જ એક કાર આ ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.સ્થાનિક લોકો જણાવે છે કે આ ખાડાના કારણે નાના મોટા અકસ્માતો વારંવાર બનતા રહે છે.રસ્તા પર ચાલતા મુસાફરો માટે સતત જાનહાનિનો ભય ઉભો થઈ રહ્યો છે,જ્યારે આ ખોદેલો ખાડો વહેલી તકે મરામત કરી પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે