This browser does not support the video element.
કડી: કડી થોળ રોડ પર આવેલ દશામાના પરામાંથી ગુમ થયેલ 14 વર્ષીય કિશોરની ફુલેત્રા કેનાલમાંથી લાશ મળતા ચકચાર
Kadi, Mahesana | Aug 26, 2025
કડી થોળ રોડ પર આવેલ દશામાના પરામાં રહેતા 14 વર્ષીય રહસ્યમય મોત થતા ચકચાર વ્યાપી જવા પામ્યો હતો.ધોરણ 9 માં અભ્યાસ કરતો મોહિત ઓડ સોમવારે શાળાએ ગયો હતો.બપોરે 12:30 વાગ્યે શાળામાંથી છૂટીને ઘરે આવ્યા બાદ તેના માતા પિતા બંને નોકરી ગયેલા હતા.બપોરે 2:00 વાગે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો.સાંજે તેના માતા-પિતા ઘરે આવતા મોહિત ન મળતા તેની શોધખોળ હાથ ધરી હતી.મોડી રાત સુધી મોહિતના મળતા પરિવારે કડી પોલીસને જાણ કરી હતી.ફુલેત્રા કેનાલમાંથી લાશ મળી હતી.