અમદાવાદના રખિયાલમાં સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બાળકો વચ્ચેની કોઈ માથાકૂટને લઈને 2 પક્ષો વચ્ચે મારામારી થઈ.. ડો. કનુભાઈ ચાલી, મચ્છી માર્કેટ પાસે બે દિવસ પહેલા બાળકો વચ્ચે કોઈ માથાકૂટ થઈ હતી... જે બાબતને લઈને આજે 4-5 લોકો શેરીમાં લાકડી અને ડંડા લઈને ઘૂસી આવ્યા હતા અને મારામારી કરવા લાગ્યા હતા, જેમાં 4 લોકો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.