ગોંડલના કોલેજીયનોનો અનોખો સેવાયજ્ઞ:ચોમાસામાં જીવજંતુઓ માટે વૃક્ષો પર લટકાવ્યા મકાઈના ડુંડા ચોમાસાની ઋતુમાં જ્યારે કીડી, મંકોડા, ખિસકોલી અને પક્ષીઓ જેવા જીવજંતુઓને ખોરાક શોધવામાં મુશ્કેલી પડે છે, ત્યારે ગોંડલની સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓ તેમની મદદે આવ્યા છે. આ યુવાનો દરરોજ લગભગ 20 કિલો જેટલા મકાઈના ડુંડા ખરીદીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વૃક્ષો પર લટકાવે છે. અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે ચોમાસાના ચાર મહિના દરમિયાન કોઈપણ જીવજંતુ ભૂખ્યું ન રહે.