માંગરોળ તાલુકાના બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે સુરત વન વિભાગ વાંકલ રેન્જ દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ હતી સુરત ડી સી એફ ધીરજકુમાર અને સુરત એસીએફ ગૌરવ કુમારના માર્ગદર્શન હેઠળ વન વિભાગ વાંકલ રેન્જ ના રેન ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલના નેતૃત્વમાં પાંચ દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી જેમાં તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને કુદરતી પ્રકૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી