જામનગરમાં બે દિવસ પહેલા શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકાની દિવાલ બે દિવસ પહેલા અચાનક ધરાશાયી થઈ હતી. 42 વર્ષીય અયુબ મામદ ખફી ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટના સમયે તેઓ પોતાના ઘરની બહાર ઓટલા પર બેસેલા હતા ત્યારે ધરાશાયી દીવાલ તેમના ઉપર પડતા બંને પગમાં ફ્રેક્ચર તથા શરીરના અનેક ભાગોમાં ઇજાઓ થઈ હતી.સારવાર દરમિયાન તેમનું મોત થયુ.