આ બાબતે એજન્સી ના અધિકારીઓ ને રજૂઆત કરતા ત્યાથી એવો જવાબ મળે છે કે અમારે એકવાર સેન્ટર ચાલુ કરી આપવાનું હોય છે ત્યારબાદ ની જવાબદારી પાલિકા ની હોય છે, જ્યારે પાલિકા માંથી એવો જવાબ મળે છે જે એ એજન્સી ની જવાબદારી છે. આમ ખો ખો ની રમત માં સેન્ટર નો સામાન બગડી રહ્યો છે. અને સેન્ટર જે હેતુ માટે ખુલ્લુ મૂક્યું છે એ માટેની એકપણ કામગીરી આ સેન્ટર માં થતી નથી, એજન્સી વાળા એ તાલીમ આપ્યા બાદ પણ કોઈજ કામગીરી નહીં થતા ઓપરેટરો સેન્ટર ઉપર બેસી કંટાળી રહ્યા છે.