કુતિયાણા શહેરના કોટડા ઝાંપા વિસ્તારમાંથી વાઈલ્ડ લાઈફ વર્કર દ્વારા ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કોટડા જાપા વિસ્તારમાં રહેણાંક મકાન નજીક એક કોબ્રા સાપ જોવા મળતા આ અંગેની જાણ વાઈલ્ડ લાઈફ વર્કર કુલદીપ જોશીને કરવામાં આવતા કુલદીપ જોશી દ્વારા ઘટનાસ્થળે પહોંચી મહા મહેનતે ઝેરી કોબ્રા સાપનું સફળ રેસ્ક્યુ કરી તેને ખુલ્લા વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો..