માંગરોળ ઘેડ પંથકમાં ભારે વરસાદ ના કારણે જમીન તથા પાકોનું ધોવાણ જુનાગઢ માંગરોળ તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક ખેતીની જમીન તેમજ પાકોનું ધોવાણ થતાં ખેડૂતો હાલ બેહાલ થયાં છે અને ઘેડ પંથકમાં પુરના ધસમસતા પાણીના પ્રવાહમાં રસ્તાઓનું ધોવાણ થયું છે ત્યારે માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ આ બાબતે સરકારમાં રજૂઆત કરી છે અને આવનારા ટુંક સમયમાં ખેડૂતોને સર્વે કરી સહાય ચૂકવવા રજુઆત કરી છે