'ગણપતિ બાપ્પા મોરયા' ના નાદ સાથે આજરોજ અનાવલ પંથકમાં સ્થાપના કરાયેલ ગણેશજી ને વિદાય આપવાનો સમય આવી ગયો હોય ત્યારે ગણેશ મંડળો અને પરિવારો દ્વારા સંગીત ના ધુને નાચતા ગાતા ગુલાલ ની છોળો ઉડાડી ને ગણપતિની પ્રતિમાની યાત્રા કાઢી હતી.આ વિસ્તાર ની ગણેશભક્તો એ પાંચ દિવસ ગણેશજીની ભક્તિભાવ થઈ પૂજા અર્ચના કર્યા બાદ આજે વિસર્જનટાણે ભાવુક બન્યા હતા.આ વિસ્તારના ગામોમાં સ્થાપના કરાયેલ ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવ પૂર્વક વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી.