પોરબંદરના ઠોયાણા ગામે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતના ફાર્મે ખેડૂતો અને વિદ્યાર્થીઓને ગાય આધારિત ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને જંતુનાશક દવાના છંટકાવથી ઉત્પાદિત ખાદ્ય વસ્તુઓની આડઅસર અને ગાય આધારિત ખેતીથી સ્વાસ્થ્યને થતા લાભો અંગે માહિતગાર કરાયા હતા.