આણંદના પૂર્વ કોંગી કાઉન્સિલરની હત્યાના મુખ્ય આરોપી ફૈઝલ મલેકની વિદ્યાનગર પોલીસે ધરપકડ કરીને શુક્રવારના રોજ કોર્ટમાં રજુ કરી ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે ગુનાની ગંભીરતા લઈને તેનાં પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. મંગળવારના રોજ સવારના સાતેક વાગ્યાના આસપાસના સમયે નિત્યક્રમ મુજબ આણંદ નગરપાલિકાના પુર્વ કોંગ્રેસી કાઉન્સીલર ઈકબાલ ઉર્ફે બાલા યુસુફમીંયા મલેક બાકરોલ સ્થિત ગોયા તળાવના વોક-વે ખાતે મોર્નિંગ વોક ત્યાં તેમની હત્યાં થઈ હતી.