કવાંટ તાલુકાના નવલાજા-રેન્ઘા રોડ પર ખાડાઓથી લોકો પરેશાન, સ્થાનિકો દ્વારા રોડ બનાવવાની માંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નવલાજા-રેન્ઘા માર્ગ, જે ગુજરાતને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડે છે, તેની ૧૫ કિ.મી. લાંબી માર્ગ સપાટી બગડી ગઈ છે. માર્ગ પર ઠેરઠેર ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.