ભાવનગર ભાવનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા કેસરીનંદન હનુમાનજી મહારાજના મંદિરમાં બે દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો. ચોર મંદિરમાંથી દાનપેટી ચોરીને લઈ ગયા હતા. આ ચોરાયેલી દાનપેટી નાગર સોસાયટી પાસે આવેલી કંસારાની કેનાલમાંથી સવારે વહેલી તૂટેલી હાલતમાં મળી આવી હતી.ઘટના ની જાણ ટ્રસ્ટીને થતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.