સોનગઢ માંથી ઉકાઈ ને નવો તાલુકો બનાવતા ઉકાઈ ખાતે ફટાકડા ફોડી મંત્રીની હાજરીમાં ઉજવણી કરાઈ.તાપી જિલ્લાના સોનગઢ તાલુકા માંથી નવો ઉકાઈ તાલુકો બનાવતા ઉકાઈ ખાતે ગ્રામીણ વિસ્તારના લોકોએ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી મંત્રી કુંવરજી હળપતિ ની હાજરીમાં શુક્રવારના રોજ 3 કલાકની આસપાસ કરી હતી.જેમાં ઉકાઈ તાલુકામાં સમાવિષ્ટ ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.