અમરેલી શહેરમાં સવારથી ભારે વરસાદ પડતા જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યું છે. સામાન્ય જીવનક્રીયા પર અસર જોવા મળી રહી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.શહેરમાં તંત્ર દ્વારા પાણી ભરાયેલા રસ્તાઓ પર દેખરેખ રાખવા અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.