બુધવારના 12:00 કલાકે ગુમ અંગે આપેલા જાહેરનામાની વિગત મુજબ વલસાડના મોગરાવાડી ખાતે ભાડાના મકાનમાં રહેતો ૩૫ વર્ષીય રાજુભાઈ રમેશભાઈ બરૂડિયા તા. ૦૯/૦૮/૨૦૨૫ના| રોજ રાતિ્રના ૧૦-૩૦ કલાકે ઘરેથી કોઈને કઈપણ કહ્યા વિના| ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા તેમના બહેન આશાબેન રમેશભાઈ બરૂડિયા વલસાડ સિટી પોલીસ મથકે પોતાનો ભાઈ રાજુ ગુમ થયાની જાણ કરી હતી. ગુમ થનાર રાજુ શરીરે પાતળો બાંધો, ઘઉવર્ણ અને પાંચ ફૂટ પાંચ ઈંચ ઉંચાઈ ધરાવે છ.